મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વરના રોડ પર ચિતરાયો બાંગ્લાદેશનો ઝંડો, હિંદુઓ પર થતા અત્યાચારનો કરાયો વિરોધ

અંકલેશ્વર શહેરના હાર્દસમાં ચૌટા નાકા પર રોડ પર બાંગ્લાદેશના ઝંડા લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. ઝંડા લગાવી બાંગ્

અંકલેશ્વરના રોડ પર ચિતરાયો બાંગ્લાદેશનો ઝંડો, હિંદુઓ પર થતા અત્યાચારનો કરાયો વિરોધ

અંકલેશ્વર શહેરના હાર્દસમાં ચૌટા નાકા પર રોડ પર બાંગ્લાદેશના ઝંડા લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. ઝંડા લગાવી બાંગ્લાદેશમાં હિન્દૂ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, રાત્રીના લાગેલા ઝંડા બપોર સુધીમાં ધોવાઈ ગયા હતા.

આ પણ વાંચો : તાલિબાને પાકિસ્તાની સેનાનો ખાત્મો બોલાવ્યો, 2 ચેક પોસ્ટ કબજે કરી; 19 જવાનોને માર્યાનો દાવો

વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં હિન્દૂ પર અત્યાચારમાં વધારા સાથે મંદિર તોડવાથી માંડી હત્યા કરાઈ રહી છે. તો ઇસ્કોન મંદિરના મહંતની ધરપકડને લઇ વિવાદ વકર્યો છે. જેને લઇ સમગ્ર ભારત અને વિશ્વમાં બાંગ્લાદેશમાં હિન્દૂ પર થઈ રહેલા અત્યાચારના મુદ્દે વિરોધ થઇ રહ્યો છે. જે વચ્ચે અંકલેશ્વર શહેરમાં મુખ્ય બજાર એવા ચૌટા બજારના પ્રવેશ પર જ ગત રાત્રીના કોઈ ઇસમ દ્વારા બાંગ્લાદેશના ઝંડા રોડ પર લગાવી પેન્ટ કર્યા હતા. જેના પર સવાર થતા જ લોકો ચાલીને પસાર થઇ રહ્યા હતા તેમજ ત્યાં વહેતા દુષિત પાણીને કારણે બપોર સુધીમાં ઝંડા ધોવાઈ ગયા હતા. આ મુદ્દે પોલીસ વિભાગને પણ જાણ થતા તેમના દ્વારા પણ તપાસ કરાઈ રહી છે.

આ સમાચાર શેર કરો