Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Poshi Poonam 2026: Maa Amba's grand 'Pragatya Utsav' will be celebrated in the presence of lakhs of devotees

VIDEO: પોષી પૂનમ 2026: હજારો ભક્તોની હાજરીમાં ઉજવાશે મા અંબાનો ભવ્ય 'પ્રાગટ્ય ઉત્સવ'

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પોષ સુદ પૂનમ એટલે જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ. આજના દિવસે અંબાજીમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડશે. જેના પગલે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

App Store

પોષી પૂનમના દિવસે માતાજીને વિશેષ શણગાર અને અન્નકૂટ પણ ધરવામાં આવશે. વહીવટી તંત્ર અને સેવા સમિતિના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષનો પ્રાગટ્ય મહોત્સવ વધુ ભવ્ય અને યાદગાર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

લોકવાયકા મુજબ, ત્યાં માતાજીના અખંડ દીવાની જ્યોત સ્વયં પ્રગટ થઈ હતી. જે ભક્તો અંબાજી જાય છે, તેઓ ગબ્બરના દર્શન વગર પોતાની યાત્રા અધૂરી માને છે, કારણ કે ત્યાં માતાજીના પદચિન્હો હોવાની પણ માન્યતા છે. મા અંબાનું પ્રાગટ્ય એ શક્તિ અને ભક્તિનો સંગમ છે. 'પોષી પૂનમ' એ માત્ર તારીખ નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓ માટે મા અંબાના ધરતી પરના આગમનનો આનંદોત્સવ છે.