Banaskantha news: ડીસા ભોયણ રોડ હુમલો: લવ મેરેજની અદાવતમાં ભુવાજી પર જીવલેણ હુમલો કરનાર 6 શખ્સો ઝડપાયા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન

Banaskantha news: બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ રોડ પર થયેલા ભુવાજી પરના જીવલેણ હુમલા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લવ મેરેજની અંગત અદાવત રાખીને કરાયેલા આ હુમલાના મામલે ડીસા રૂરલ પોલીસે તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આજે ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન પણ કરાયું છે. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી કાયદાનો સખત સંદેશ આપ્યો છે..
બનાસકાંઠાના ડીસા-પાલનપુર હાઈવે પર આવેલા ભોયણ ગામના રોડ પર થોડા દિવસ પહેલા ભુવાજી પર લવ મેરેજની અદાવતમાં છ શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં લાકડીઓ અને પાઈપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને ગંભીરતાથી લઈ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. ચૌધરીની આગેવાનીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે બે કાર, લાકડીઓ અને પાઈપો સાથે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આજે પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી તપાસ વધુ મજબૂત બને. પોલીસની ઝડપી કાર્યવાહીથી ગુનાહિત તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. ડીસા રૂરલ પોલીસની આ કામગીરી ઝીરો ટોલરન્સ નીતિ અને ગુનાખોરી સામેના કડક વલણને સ્પષ્ટ કરે છે.
ઝડપાયેલ તમામ આરોપીઓ
1. જૈમિન ગફુરભાઈ રબારી
2. જીગરભાઈ ભુરાભાઈ રબારી
3. બાબુભાઈ ઉર્ફે ટીનાભાઈ રમેશભાઈ રબારી
4. જીગરભાઈ દિનેશભાઈ રબારી
5. ફુલાભાઈ ભભાભાઈ રબારી
6. નીતિનભાઈ છગનભાઈ રબારી
ડીસાના ભોયણ રોડ હુમલા કેસમાં પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને સાબિત કરી દીધું છે કે કાયદો હાથમાં લેનારાઓ સામે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. હવે જોવાનું રહેશે કે, આગળની કાનૂની પ્રક્રિયામાં આરોપીઓને કેટલી કડક સજા મળે છે.

