VIDEO:અંબાજી પાસે સીએમ બંદોબસ્તમાં રોકાયેલી બસનો અકસ્માત
સોર્સ : GSTV
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના અંબાજી પ્રવાસના બંદોબસ્ત માટે આવેલી લક્ઝરી બસ મોડી રાત્રે અકસ્માતનો ભોગ બની હતી. માઉન્ટ આબુથી જાંબુડી તરફ આવતી આ બસ જાંબુડી નજીકના વળાંક પર ચાલકનો કાબૂ ગુમાવતા ૨૦ ફૂટ નીચે ખાબકી હતી. સદનસીબે બસમાં માત્ર છ જ વ્યક્તિઓ સવાર હોવાથી મોટી જાનહાની ટળી હતી. ઘટના બાદ સ્થાનિક તંત્ર અને રાજસ્થાન સરકારની ત્રણ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને અંબાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરટીઓ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ ઘટનાની તપાસ હાથ ધરી છે.

