Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : vav tharad drugs case sparks political row two accused linked to bjp claims

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, 1 પાલિકા સભ્યનો સગો ભાઈ!

Timeછેલ્લું અપડેટ : 21 May 2026
લાઇવ ટીવીGoogle News
વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, 1 પાલિકા સભ્યનો સગો ભાઈ!
સોર્સ : gstv

Vav-Tharad Drugs Case: વાવ-થરાદ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. મોડી સાંજે પોલીસે બાતમીના આધારે એક કારમાંથી લાખો રૂપિયાનું એમ.ડી. (MD) ડ્રગ્સ ઝડપી પાડી ત્રણ શખસોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જ આ કેસમાં મોટો રાજકીય ધડાકો થયો છે, જેમાં પકડાયેલા આરોપીઓ શાસક પક્ષ ભાજપ સાથે સંકળાયેલા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

App Store

કારમાંથી 2.20 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું

મળતી માહિતી અનુસાર, થરાદ એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સરહદી વિસ્તારમાં કાર મારફતે ડ્રગ્સની મોટી ડિલિવરી થવાની છે. પોલીસે આયોજનબદ્ધ રીતે વોચ ગોઠવીને શંકાસ્પદ કારને આંતરી તેની તપાસ કરી હતી. કારમાંથી અંદાજે 66.750 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજિત 2,20,250 રૂપિયા થાય છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ગુનામાં વપરાયેલી કાર અને મોબાઈલ સહિત કુલ 7,12,750 રૂપિયાનો મુદ્દામાલ જબ્બે કર્યો છે.

પાલિકા સભ્યના ભાઈ સહિત આ 3 આરોપીઓ પકડાયા

પોલીસે સ્થળ પરથી સુરેશ ડાયા ત્રિવેદી, બાબુ હીરા રાઠોડ અને રાણા જગા ચૌધરીની અટકાયત કરી છે. પોલીસે આ ત્રણેય વિરૂદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની સત્તાવાર ધરપકડ કરી છે.

ડ્રગ્સ મંગાવનારનું ભાજપ કનેક્શન?

આ કેસમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે પકડાયેલા આરોપીઓની કુંડળી સામે આવી. ડ્રગ્સનો જથ્થો મંગાવનાર મુખ્ય ઇસમ થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના એક ભાજપના નગરસેવક (કાઉન્સિલર)નો સગો ભાઈ હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત, પકડાયેલા ત્રણ પૈકીના અન્ય એક આરોપી પણ સત્તાધારી પક્ષ ભાજપના સંગઠન સાથે સીધો જોડાયેલો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ રાજકીય કનેક્શન બહાર આવતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સરહદી નેટવર્ક વેરવિખેર કરવા પોલીસ મેદાને

વાવ-થરાદ સરહદી વિસ્તાર હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી અહીં ડ્રગ્સનું નેટવર્ક કાળોકેર વર્તાવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ઓપરેશનથી ડ્રગ્સના ગેરકાયદે કાળા કારોબાર સાથે જોડાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું? સરહદી વિસ્તારમાં આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સંકળાયેલા છે? તે તમામ દિશામાં એસ.ઓ.જી. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.