Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Banaskantha's Chaudhary family meets with car accident in Rajasthan

Banaskanthaના ચૌધરી પરિવારને રાજસ્થાનમાં નડ્યો કાર અકસ્માત, ત્રણ યુવકોના મોત

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
Banaskanthaના ચૌધરી પરિવારને રાજસ્થાનમાં નડ્યો કાર અકસ્માત, ત્રણ યુવકોના મોત
સોર્સ : AI

રાજસ્થાનના રણુજાથી દર્શન કરીને પાછા ફરતા બનાસકાંઠાના થાવર ગામના ભક્તોને અકસ્માત નડ્યો છે. બનાસકાંઠાનો ચૌધરી પરિવાર રાજસ્થાનના બાલોતરા જિલ્લાથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ભારતમાલા હાઈવે પર આસોતરા પાસે કાર સામે અચાનક જ નીલગાય આવી જતાં કાર ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર રોડ પર પલટી મારી ગઈ હતી. જેમાં 3 લોકોના મોત થયા છે તો 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

App Store

ઘટનાની જાણ હાઈવે ઓથોરીટી અને પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ત્યાં પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયા હતા, અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જે બાદ વધુ સારવાર અર્થે તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા છે. 

મૃતકોના નામ

અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી (35 વર્ષ)

હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી (32 વર્ષ)

યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી (18 વર્ષ)

ઈજાગ્રસ્તોની યાદી

અશોક ચૌધરી (26 વર્ષ)

કમલેશ ચૌધરી (30 વર્ષ)

આયુષ ચૌધરી, (8 વર્ષ)