Banaskantha news: પોલીસ પર હુમલા મામલે ત્રણ શખ્સોની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર

બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ગબ્બર રોડ પર આવેલા પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલાની ઘટના બની હતી. આ મામલે પોલીસ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં છત્રાભાઈ ડામોર (આંબાપાણી ગામ), કાળુભાઈ પરમાર (પાડલીયા ગામ) અને સાયબાભાઈ ડુંગાઈચા (બેડાપાણી ગામ)નો સમાવેશ થાય છે. પોલીસે પકડેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શું હતો સમગ્ર મામલો?
અંબાજી નજીક પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ પહેલા ફોરેસ્ટ અધિકારીઓ અને બાદમાં પોલીસે પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત અનેક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા હતા.
પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓને આગ ચાંપી
પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પથ્થરમારાની સાથે તીર-કામઠાથી પણ હુમલો કરાયો હતો. જેમાં PI આર બી. ગોહિલને તીર મારવામાં આવતા PIને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા હતા. જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત PI સહિતના ઘાયલ પોલીસકર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસનો મોટો કાફલો પાડલીયા ગામે ખડકી દેવાયો હતો. પથ્થમારા દરમ્યાન પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ સળગાવવામાં આવી હતી.

