VIDEO : રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા
સોર્સ : Gstv
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અંબાજી મંદિર પહોંચ્યા હતા. યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેઓ અંબાજીમાં માતાજીના દર્શન માટે આવ્યા હતા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. ટ્રસ્ટે મુખ્યમંત્રીને ખેસ પહેરાવી સન્માનિત કર્યા. મંદિરના મહારાજે તેમને આશીર્વાદ આપ્યા.રાજસ્થાન પોલીસ તેમજ ગુજરાત પોલીસના જવાનો તેમની સુરક્ષામાં હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ માં જગતજનની અંબા પાસે દેશના લોકોના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

