VIDEO : અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત પોલીસની હાજરીમાં દબાણો દૂર કરાયા
સોર્સ : gstv
બનાસકાંઠાના અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વિશાળ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે. અંબાજીમાં કુલ ચાર ઝોનમાં વહીવટી તંત્ર અને પોલીસની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજે 500 જેટલા પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ સ્થળ પર તૈનાત છે. એસડીએમ, ડીવાયએસપી, મામલતદાર, પીઆઇ સહિતના અધિકારીઓની હાજરીમાં JCB અને ટ્રેક્ટર સહિતની મશીનરી દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં વિશાળ પોલીસ કાફલો ગોઠવાયો છે. શક્તિ કોરિડોર પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે અને કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

