Banaskantha: પાલનપુર-ડીસા હાઈવે પર ઈકો કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ, 1નું મોત, 6 ઘાયલ

પાલનપુર-ડીસા હાઇવે પર આવેલા બાદરપુરા પાટિયા નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઈકો કાર ડિવાઇડર સાથે જોરદાર રીતે ટકરાતાં, તેમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાથમિક માહિતી અને ચર્ચા મુજબ, ઈકો કાર ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તેનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર બેકાબૂ બનીને ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારના ચાલકનું કરૂણ મોત થયું હતું.
ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કારમાં સવાર અન્ય 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને પણ તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં જ ગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

