Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Banas Dairy reached a turnover of 24 thousand crores, amit shah

Banaskantha news: ગુજરાતની બહેનોની મહેનતથી બનાસ ડેરી 24 હજાર કરોડના વેપાર સુધી પહોંચી, પશુપાલકોને બિરદાવતા અમિત શાહ

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: ગુજરાતની બહેનોની મહેનતથી બનાસ ડેરી 24 હજાર કરોડના વેપાર સુધી પહોંચી, પશુપાલકોને બિરદાવતા અમિત શાહ
સોર્સ : GSTV

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસડેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બનાસડેરી દ્વારા નવનિર્મિત CNG ફર્ટિલાઇઝર પ્લાન્ટ તેમજ ૧૫૦ ટન પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. ખાતમુહૂર્ત બાદ અમિત શાહે ડેરીના વિવિધ કાર્યરત પ્લાન્ટો અને રેડિયો સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.

App Store

બનાસ ડેરી 24 હજાર કરોડના વેપાર સુધી પહોંચી

આ પ્રસંગે મહિલા પશુપાલક બહેનોને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, બનાસડેરીની શરૂઆત માત્ર 400 રૂપિયાના દૂધથી થઈ હતી, જે આજે તે 24 હજાર કરોડના વેપાર સુધી પહોંચી છે. તેમણે ગુજરાતની બહેનોની મહેનતને બિરદાવતા કહ્યું કે 24 હજાર કરોડની કંપની ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવો છૂટી જાય છે, જે કામ આ બનાસની બહેનો અને ખેડૂતોએ કરી બતાવ્યું છે.