બનાસકાંઠામાં પ્રદૂષણ ઓકતી અને ગેરકાયદેસર રીતે ખનન કરતી 5 ક્વોરીઓ બંધ

બનાસકાંઠામાં આખરે પ્રદૂષણ ઓકતી 5 ક્વોરીઓ બંધ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભેમાળ ગામમાં કવોરી ઉદ્યોગ ધમધમી રહ્યો છે. જાહેર હાઇવે માર્ગને અડીને ગેરકાયદેસર રીતે ખનન અને વહન પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં આવારા તત્વો દ્વારા જાહેરમાં મહિલાઓની છેડતી સાથે તિક્ષ્ણ હથિયારો વડે હુમલો
ગેરકાયદેસર રીતે બ્લાસ્ટિંગ કરવાને કારણે પહાડો પોલા થઈ ગયા છે જેથી મોટી સંખ્યામાં આ ઉદ્યોગ સામે ગ્રામજનો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આસપાસના ગામડાઓમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને લઈને પણ ગ્રામજનો ચિંતિત છે. ગ્રામજનોના આક્ષેપ પ્રમાણે મોટા માથાઓ અને મોટા નેતાઓ આ ઉદ્યોગમાં સંકળાયેલા છે જેને કારણે આ માફિયાઓ કોઈની ચિંતા કર્યા વિના ખુલ્લેઆમ ખનન અને વહન કરી રહ્યા છે. જેથી તાત્કાલિક ધોરણે આવા ઉદ્યોગો સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.

