મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લોકસભા ચૂંટણી 2024: બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન કેટલી સંપત્તિના છે માલિક, સોનું-ચાંદી સહિત કેટલી છે મિલકત

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવારે તેમના ઉમેદવારી પત્રમાં સોગંદનામુ રજૂ કર્યું છે.જે

લોકસભા ચૂંટણી 2024: બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેની બેન કેટલી સંપત્તિના છે માલિક, સોનું-ચાંદી સહિત કેટલી છે મિલકત

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવારે તેમના ઉમેદવારી પત્રમાં સોગંદનામુ રજૂ કર્યું છે.જેમાં તેઓ સારી એવી રોકડ સોના ચાંદીના દાગીના અને મોંઘીદાટ ગાડી સાથે 36.29 લાખની મત્તા ધરાવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે તેમજ તેમના પતિ એક બાઇક સાથે 5.17 લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત નામુ રજૂ કર્યું છે.

ઉમેદવાર પાસે 11.64 લાખ રોકડ, 12.95 લાખના દાગીના અને 10.50 લાખની કાર

લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને પોતાની મિલકત અંગે સોગંધનામુ ફરજિયાત રજૂ કરવાનું થતું હોય છે. જેમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પોતાની અને તેમના પતિની મિલકત અંગે સોગંધનામુ રજૂ કર્યું છે. જેમાં મહિલા ઉમેદવારના જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં 11,64,432 રોકડ રકમ, 10.50 લાખની એક ગાડી અને 10.50 લાખના પંદર તોલા સોનાના દાગીના અને 2.45 લાખની 3.5 કિલો ગ્રામ ચાંદી મળી કૂલ 36.29.433ની મિલકત ધરાવતા હોવાનું અને તેમના પતિ શંકરજી એક બાઇક સહિત 5.17 લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત કરી છે.

આ સમાચાર શેર કરો