બગસરા તાલુકા AAPના પ્રમુખ અને ખજાનચીએ પક્ષ સાથે ફાડ્યો છેડો, ભાજપના નેતાની હાજરીમાં કેસરીયા કર્યા
લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું બગસરામાં કોંગ

- લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું
- બગસરામાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીમાં પણ પડ્યું મોટું ગાબડું
- બગસરા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શૈલેષ સતાસીયા તેમજ ખજાનચી રસિક રાઠોડે ભાજપનો ખેસ ધારણ કર્યો
- વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા અને ધારાસભ્ય જેવી કાકડીયાએ ભાજપમાં ખેસ પહેરાવી આવકાર્યા
લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.ગુજરાત ભાજપે પણ રાજ્યની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરત કરી દીધી છે, તો બીજી તરફ ઘણી બેઠકો પર વિરોધનો સૂર સંભળાઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે અન્ય પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં નેતાજીઓ જોડાઈ રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે.
વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા અને ધારાસભ્ય જેવી કાકડીયાએ ભાજપમાં ખેસ પહેરાવી આવકાર્યા
બગસરા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ શૈલેષ સતાસીયા તેમજ ખજાનચી રસિક રાઠોડે પક્ષને રામ રામ કર્યા છે. આપ પક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા અને ધારાસભ્ય જેવી કાકડીયાએ ભાજપમાં ખેસ પહેરાવી આવકાર્યા હતા. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર અને ચિરાગ પરમાર દ્વારા આ ખેસ પહેરાવવામાં આવ્યો હતો.




