મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad એરપોર્ટ પરથી નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ, મલેશિયાથી આવેલા શખ્સ પાસેથી 30 કરોડનું હેરોઈન જપ્ત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 30 કરોડની કિંમતનું 7 કિલો હેરોઈન જપ્ત કર

Ahmedabad એરપોર્ટ પરથી નશીલા પદાર્થો ઘુસાડવાનો પ્રયાસ, મલેશિયાથી આવેલા શખ્સ પાસેથી 30 કરોડનું હેરોઈન જપ્ત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 30 કરોડની કિંમતનું 7 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. મલેશિયાથી આવેલા એક મુસાફર પાસેથી આ જથ્થો પકડવામાં આવ્યો છે. આ અંગે કસ્ટમ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.  

આ હતી મોડસ ઓપરેન્ડી

અમદાવાદ એરપોર્ટ નશીલા પદાર્થોની તસ્કરીનું હબ બની રહ્યું છે. એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 30 કરોડની કિંમતનું 7 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. કુઆલાલમ્પુરથી એર એશિયાની આવેલા એક મુસાફર પાસેથી આ જથ્થો મળી આવ્યો છે. તમિલનાડુના રહેવાસી આ મુસાફર પાસેથી હેરોઈનના 29 પેકેટ્સ મળી આવ્યા. આ જથ્થો સાબુના પેકિંગમાં લવાયો હતો. વ્હાઇટ પેપર અને એની ઉપર સિલ્વર ફોઈલ તેમજ ઉપરથી કાર્બન પેપરમાં પેકિંગ કરાયું હતુ, જેથી મશીનમાં ડિટેક્ટ ન થઈ શકે. આ એક નવી મોડસ ઓપરેન્ડી છે. હેરોઈનના 29 પેકેટ્સમાંથી 26 પેકેટ સાબુની સાઈઝમાં મળ્યા છે. 

આ સમાચાર શેર કરો