મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નડિયાદમાં બંદુકની બીકે સોનીને લૂંટવાનો પ્રયાસ, હવામાં કર્યું ફાયરિંગ પણ પોતે ભાગવું પડ્યું

નડિયાદમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નડિયાદ સાથ બજારમાં લૂંટારુંઓ દ્વારા ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ ક

નડિયાદમાં બંદુકની બીકે સોનીને લૂંટવાનો પ્રયાસ, હવામાં કર્યું ફાયરિંગ પણ પોતે ભાગવું પડ્યું

નડિયાદમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં નડિયાદ સાથ બજારમાં લૂંટારુંઓ દ્વારા ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બે લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કરી જ્વેલર્સને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વેપારીની હિંમત અને સમય સૂચકતાને કારણે લૂંટારુઓએ જગ્યા છોડીને ભાગવું પડ્યું હતું. જો કે મામલાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ખેડા જિલ્લામાં નડિયાદના ખૂબ જ વ્યસ્ત માર્કેટમાં દુકાન બંધ કરતી વખતે પૂર્ણાંક સાલકે નામના વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. એક વધુ મદદગાર દૂર ઊભો હતો. લૂંટારુએ હવામાં ફાયરિંગ કરીને વેપારીને લૂંટવાનો પ્રયત્ન કર્યો પરંતુ વેપારીએ પોતાના હાથનો ₹50,000ની રોકડ ભરેલો થેલો છોડ્યો નહીં અને વેપારીએ હિંમત દાખવી અને સમય સૂચકતા વાપરીને બુમાબુમ શરુ કરી દીધી અને લૂંટારુઓ ત્યાંથી ભાગી ગયા. મામલાની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી. નડિયાદ પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો