મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં અસામાજિક તત્ત્વોનો આતંક, રિક્ષામાં આવીને તિક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા અસામાજિક તત્ત્વો દ્વારા છાસવારે આતંક ફેલાવવામાં આવતો હોય છે. ત્યારે સ

સુરતમાં અસામાજિક તત્ત્વોનો આતંક, રિક્ષામાં આવીને તિક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા અસામાજિક તત્ત્વો દ્વારા છાસવારે આતંક ફેલાવવામાં આવતો હોય છે. ત્યારે સચિનના સેજલનગરમાં રિક્ષા લઈને આવેલા લુખ્ખા તત્વોએ ચારથી પાંચ લોકો પર હુમલો કર્યો હતો. તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી હાલ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકોએ કર્યો પથ્થરમારો

સચિનના સેજલનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો હતો. રિક્ષામાં આવેલા ઈસમોએ એકાએક જ 4થી 5 લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ઘટના બાદ ખૂબ સ્પીડમાં રીક્ષા દોડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ પોતાનો બચાવ કરવા અસામાજિક તત્વો પર પથ્થરમારો પણ કર્યો હતો. ચપ્પુ સાથે લોકો પર હુમલો કરતાં અસામાજીક તત્વો કેમેરામાં કેદ થયાં હતાં.

પોલીસમાં રજૂઆત

અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવતાં સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો. ત્યારે સ્થાનિકોએ કહ્યું કે, અમને ખબર જ નથી કે આ કોણ છે અને શા માટે આવ્યાં હતાં. અમારા પર હુમલો કરીને તેઓ નાસી ગયા હતાં. ત્યારબાદ અમે આ વીડિયો સાથે પોલીસમાં રજૂઆત કરી છે. 

આ સમાચાર શેર કરો