ભાવનગરમાં સામાન્ય બોલાચાલીમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો, મહિલા સહિત 5 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
ભાવનગરમાં સામાન્ય બોલાચાલી ગંભીર મારામારીના અકસ્માતમાં પરિણમી હતી. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં સામાન્ય બોલા

ભાવનગરમાં સામાન્ય બોલાચાલી ગંભીર મારામારીના અકસ્માતમાં પરિણમી હતી. ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેમાં ભરતનગર વિસ્તારના અર્બન સોસાયટી અંબાજીના ચોક પાસે આ બનાવ બન્યો હતો.
આ પણ વાંચો : VIDEO: ભાવનગરમાં દુધાળા પશુની ચોરીથી પશુપાલકોમાં ફફડાટ, ચોરોના આંટાફેરા CCTVમાં થયા કેદ
સામાન્ય બાબતે ઘરમાં ઘુસી તોડફોડ કરવામાં આવી હતી. તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાતા એક મહિલા સહિત પાંચને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ મારામારીની ઘટનાની જાણ થતાં ભરતનગર પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




