મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan news: ઝીલીયામાં પદ્મશ્રી માલજી દેસાઈ અને તેમના પુત્ર પર હુમલો, આશ્રમમાં ત્રણ શખ્સોએ કરી તોડફોડ

ગુજરાતના પાટણના ઝીલીયા ગાંધી આશ્રમ ખાતે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્ર લાલભાઈ દેસાઈ પર હુમલાનો પ્

Patan news: ઝીલીયામાં પદ્મશ્રી માલજી દેસાઈ અને તેમના પુત્ર પર હુમલો, આશ્રમમાં ત્રણ શખ્સોએ કરી તોડફોડ

ગુજરાતના પાટણના ઝીલીયા ગાંધી આશ્રમ ખાતે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્ર લાલભાઈ દેસાઈ પર હુમલાનો પ્રયાસ થયો હતો. આ ઘટનામાં આશ્રમમાં ફરજ બજાવતા એક કલાર્કે પોતાના ભત્રીજાને નોકરીએ રાખવાની બાબતે હોબાળો મચાવ્યો હતો. કલાર્કે અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને ધોકાલાકડીઓ લઈ આશ્રમમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી હતી.

જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી

આ દરમિયાન માલજીભાઈ દેસાઈ અને લાલભાઈ દેસાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી.આશ્રમની આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવતા ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા.

આશ્રમમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી 

લાલભાઈ દેસાઈએ ચાણસ્મા પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપીઓ કનુંધરમસી દેસાઈ, પ્રવીણ ધરમસી દેસાઈ અને દશરથ ધરમસી દેસાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો