Botadના બરવાળામાં વીજ ચેકીંગ કરવા આવેલા કર્મચારી પર હુમલો, પોલીસે કરી 4ની ધરપકડ
Botad News: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં રામપરા ગામે વિજ ચેકીંગ ટીમ સાથે ઝપાઝપી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

Botad News: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં રામપરા ગામે વિજ ચેકીંગ ટીમ સાથે ઝપાઝપી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીજીવીસીએલ ટીમના વીજ ચેકીંગના કર્મચારી પર હુમલાના વીડિયો સામે આવ્યા છે. વીજ ચેકીંગ દરમિયાન વીજ ચોરી થયા અંગેનું માલુમ પડતાં તપાસ કરનાર કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. વીજ ચોરી કરનાર આરોપીઓએ ચેકીંગ કર્મચારીને ગાળો આપી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, ઉજ્જ્વલભાઈ પી દરજી નામના કર્મચારીએ બરવાળા પોલીસ મથકમાં વીજ ચોરી કરનાર રામપરા ગામના 4 લોકો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બરવાળા પોલીસે ફરિયાદના આધારે રામપરા ગામના એક જ કુટુંબના વિનુભાઈ ભીખાભાઈ કોલાદરા, કિશનભાઈ વિનુભાઈ કોલાદરા, કરણભાઈ વિનુભાઈ કોલાદરા અને અરવિંદભાઈ ભીમજીભાઈ કોલાદરા વિરુધ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ગણતરીના સમયમાં જ પોલીસે તમામ 4 આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



