Vadodara: MS યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિને શ્રીલંકા લઈ જવાશે
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિયોલોજી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સુરક્ષિત રીતે સચવાયેલા ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિઓને પ્રદર્શન અર્થે શ્રીલંકા મોકલવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત, 4 થી 11 ફેબ્રુઆરી સુધી કોલંબો ખાતે લોકોના દર્શનાર્થે આ અસ્થિઓ રાખવામાં આવશે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પવિત્ર અસ્થિઓને પુષ્પાંજલિ અર્પણ કરી સન્માનપૂર્વક રવાના કરશે. આ પ્રસંગ ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર બનશે.




