અમદાવાદ/ અસારવા રેલ્વે યાર્ડની દિવાલ ધરાશાયી થતા 4 લોકો દટાયા, 2 લોકોના મોત
અમદાવાદના અસારવા વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે અસારવા પાસે રેલ્વે યાર્ડની દિવ

અમદાવાદના અસારવા વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે અસારવા પાસે રેલ્વે યાર્ડની દિવાલ ધરાશાયી થતા 4 લોકો દટાયા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે, આ ઘટનામાં બે લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે.
તો બીજી તરફ બે લોકોને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે. દિવાલ ધરાશાયી થતા કાર, રીક્ષા, ટુવ્હીલર વાહનો દબાઈ ગયા હતા




