મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખાપરી નદીના કાંઠે 41 જેટલા મજૂરોને પાણીમાં ફસાયા

ડાંગ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ

ડાંગ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના કાંઠે આવેલા નીલશાક્ય ગામ ખાતે ડેમની કામગીરી કરી રહેલા ૪૧ જેટલા મજૂરો અચાનક પૂરના પાણી વધતા ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તંત્રએ ભારે જહેમત બાદ તમામ ૪૧ મજૂરોને પાણીમાંથી સહીસલામત બહાર કાઢી રેસ્ક્યુ કર્યા હતા. બચાવવામાં આવેલા તમામ મજૂરોને મૂળચોંદ ગામના હનુમાનજી મંદિરે આશ્રય આપવામાં આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા તેમના માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરાઈ છે.

આ સમાચાર શેર કરો