મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાપરી નદી બે કાંઠે વહેતી થતાં નયનરમ્ય નજારો

દક્ષિણ ગુજરાતના મનમોહક પ્રકૃતિના ધામ એવા ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર

દક્ષિણ ગુજરાતના મનમોહક પ્રકૃતિના ધામ એવા ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સમગ્ર ડાંગ જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદ વરસી રહ્યો છે. આ મુશળધાર વરસાદને પગલે જિલ્લાની જીવાદોરી સમાન ખાપરી નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે. નવા પાણી આવવાને કારણે ખાપરી નદી હાલ બંને કાંઠે પ્રચંડ વેગ સાથે વહેતી જોવા મળી રહી છે. નદીમાં પાણીનું સ્તર વધતાં આસપાસના વિસ્તારના અનેક ચેકડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. ખાસ કરીને ગલકુંડ નજીક ખાપરી નદી પર આવેલો ચેકડેમ પાણીથી સંપૂર્ણ છલકાઈ જતાં ત્યાં એક અત્યંત સુંદર અને નયનરમ્ય નજારો સર્જાયો છે. ડાંગની હરિયાળી વચ્ચે વહેતા નદીના આ મનમોહક દ્રશ્યો સ્થાનિકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મન મૂકીને વરસી રહેલા વરસાદથી ડાંગની પ્રકૃતિ વધુ ખીલી ઉઠી છે.

આ સમાચાર શેર કરો