Arvalli news: જિલ્લા કોંગ્રેસ આગેવાનનું માર્ગ અકસ્માતમાં મોત, અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ફરાર
ગુજરાતના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આગે

ગુજરાતના અરવલ્લીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આગેવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. બાયડ કોંગ્રેસ તાલુકાના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે.
ટ્રેક્ટર સાથે બાઈકની ભયાનક ટક્કર થઈ હતી
બોરોલ ગામ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે બાઈકની ભયાનક ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આગેવાનનું દુર્ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, તો બીજી તરફ અકસ્માત સર્જીને ટ્રેક્ટર લઈને ચાલક ફરાર થયો છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે ગુનો નોઁધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




