મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં નર માદા વાઘ સહિત નવા પ્રાણીઓનું આગમન

કાંકરિયા પ્રાણિસંગ્રહાલયમાં નવા પ્રાણીઓના આગમનથી પ્રવાસીઓમાં ઉત્સાહ છે..કાંકરિયા ઝૂમ

કાંકરિયા પ્રાણિસંગ્રહાલયમાં નવા પ્રાણીઓના આગમનથી પ્રવાસીઓમાં ઉત્સાહ છે..કાંકરિયા ઝૂમાં એક નર અને એક માદા એમ બે વાઘ ઉપરાંત પાંચ જોડી કાળિયાર લાવવામાં આવ્યા છે. ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલય ખાતેથી લવાયેલા નવા પ્રાણીઓનો ક્વોરેન્ટાઈન પિરિયડ પૂરો થયા બાદ હવે મુલાકાતીઓ તેને જોઈ શકશે.

ઉનાળાનું વેકેશન પડવાની તૈયારી છે ત્યારે હવે કાંકરિયામાં પણ મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થશે ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે વિનિમય દ્વારા નવા પ્રાણીઓને લાવવામાં આવ્યા હતા. કાળિયાર અને વાઘની સામે કાંકરિયા ઝુ ખાતેથી રોઝી પેલિકન, ઇન્ડિયન સ્ટાર ટોર ટોયઝ,સ્પૂન bil સહિતના પશુ પક્ષી આપવામાં આવ્યા હતા. એક મહિનાના ક્વોરેન્ટાઈલ પિરિયડ બાદ આજે કાકરીયા ઝુ ખાતે મુલાકાતઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો