અમદાવાદ: શાંતિપુરા ચોકડી પાસે 4 શખ્સોને ગેરકાયદેસર હથિયાર અને કારતૂસો સાથે ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા
અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર સાથે 4 શખ્સો ઝડપાયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ

અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર સાથે 4 શખ્સો ઝડપાયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ અમદાવાદની શાંતિપુરા ચોકડી પાસેથી આ શખ્સો ઝડપાયા હતા. પોલીસ પેટ્રેલિંગ કરી રહી હતી ત્યારે શાંતિપુરા ચોકડી પાસે શંકાસ્પદ ગતિવિધી કરતા શખ્સો પર દરોડા પાડ્યા હતા. આ શખ્સો ખુલ્લા કંપાઉન્ડમાં પિસ્તોલ, કારતૂસો સાથે ફરી રહ્યા હતા.
પોલીસે 4 શખ્સો પાસેથી 2 પિસ્તોલ અને 5 કારતૂસ સાથે ઝડપાયા
પોલીસે 4 શખ્સો પાસેથી 2 પિસ્તોલ અને 5 કારતૂસ સહિત કુલ 81 હજારનો મુદ્દામાલ પણ ઝડપ્યો છે. ક્રઈમબ્રાન્ચ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સો પિસ્તોલ અને કારતૂસ સાથે ત્યાં શું કરતા હતા અને તેમનો ઈરાદો શું હતો.




