Video: દાહોદમાં ત્રિપલ અકસ્માતમાં આર્મી જવાન સહિત ત્રણના મોત

દાહોદમાં મોડી સાંજે સતી તોરલ હોટેલ નજીક બાઇપાસ પર ઇકો કાર, ક્રૂઝર અને બાઇક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક આગની ઝપેટમાં આવી જતા બાઇક સવાર સહિત આર્મી જવાન ચંદ્રસિંહ ડામોર, ક્રૂઝર ચાલક પ્રકાશ ભાભોર અને બાઇક ચાલક મિલન ભુરીયા એમ કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૫ વર્ષીય યોગેશ ભુરીયા ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને DySP સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી છે.






