Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: Megharaja's entry into Aravalli: Heavy rain in Megharaj, Bhiloda and Shamlaji Panthak

VIDEO: અરવલ્લીમાં મેઘરાજાની એન્ટ્રી: મેઘરજ, ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ભિલોડામાં ત્રણ ઇંચ નોંધાયો છે. જ્યારે ધનસુરામાં 2.60 ઇંચ, સાઠંબામાં 1.38 ઇંચ અને બાયડમાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે. મેઘરજમાં 1.10 ઇંચ, મોડાસા, માલપુર, અને શામળાજીમાં સરેરાશ એક ઈંચ વરસાદ નોંધાયો છે. મેઘરજના રેલ્લાવાડા, ઇસરી અને જીતપુર સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.

App Store