Video: ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોરનું નિધન, રાજકીય જગતમાં શોકની લાગણી

સોર્સ: gstv

અરવલ્લીના મેઘરજ તાલુકાના કાલીયાકુવાના વતની અને ભાજપના વરિષ્ઠ આગેવાન હીરાજી વાલાજી ડામોરનું નિધન થયું છે. ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોરનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હોવાની માહિતી સામે આવી છે. તેમના નિધનના સમાચારથી રાજકીય જગતમાં શોકની લાગણી પ્રસરી છે. મેઘરજ તાલુકા સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. હીરાજી ડામોરના અવસાનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત