Arvalli news: ડેપો મેનેજર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, ક્વાર્ટ્સમાં માણતા હતા મહેફિલ

સોર્સ : GSTV
પોલીસના હાથે સરકારી અધિકારીઓ પીધેલી હાલતમાં પકડાતા હોય છે, ત્યારે એવો જ એક કિસ્સો અરવલ્લીમાં બન્યો છે. ભિલોડા એસટી ડેપો મેનેજર દારૂ પીધેલા ઝડપાયા છે. ક્વાર્ટર્સમાં દારૂની મહેફિલ માણતા પોલીસે GSRTC અધિકારીને ઝડપ્યા છે. ભિલોડા પોલીસે ડેપો ક્વાર્ટર્સ ખાતે આ કાર્યવાહી કરી છે. ડેપો મેનેજર જે આર બુજ સામે પોલીસે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરી છે.

