VIDEO: અરવલ્લી: માલપુરમાં માત્ર એક ઈંચ વરસાદમાં ભરાયા ઢીંચણસમા પાણી, વેપારીઓ પરેશાન
સોર્સ : GSTV
અરવલ્લીના માલપુર નગરમાં ધોધમાર વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક ઈંચ જેટલા વરસાદમાં જ માલપુર બસ સ્ટેશનની સામે આવેલી દુકાનો આગળ ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યાને કારણે સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તેમના વેપાર-ધંધા પ્રભાવિત થયા છે.

