અરવલ્લી: કોંગ્રેસે યોજ્યો ભાજપ કાર્યાલય ઘેરાવનો કાર્યક્રમ, 100થી વધુ કોંગીની થઈ ધરપકડ
સોર્સ : GSTV
અરવલ્લીમાં કોંગ્રેસનો નેશનલ હેરાલ્ડ કેસ મામલે ભાજપ કાર્યાલય ઘેરાવનો કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મોડાસા કોંગ્રેસ કાર્યાલયથી ભાજપ કાર્યાલય તરફ કોંગી કાર્યકરોની કૂચ યોજાઈ હતી. ભાજપ કાર્યાલય તરફ જતા કાર્યકરોનો ઉગ્ર દેખાવ જોવા મળ્યો હતો.
દરમિયાન કોંગી કાર્યકરોને પોલીસ પકડવા આવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસ વાન આગળ કોંગી કાર્યકરોએ સૂઈ જઈ વિરોધ કર્યો હતો. પોલીસથી ભાગીને અમુક કાર્યકરોએ ભાજપ કાર્યાલય આગળ પહોંચી વિરોધ કર્યો હતો. તેથી 100થી વધુ કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકરોને ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા.

