Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : A murderous game was played in the wedding procession

Arvalli news: લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ; યુવકો પર ટોળાએ કર્યો પથ્થરમારો, એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Arvalli news: લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ; યુવકો પર ટોળાએ કર્યો પથ્થરમારો, એકનું મોત
સોર્સ : GSTV

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હરિપુરા ગામે લગ્નના વરઘોડામાં ખૂની ખેલ ખેલાયો છે. જૂની અદાવતમાં વરઘોડામાં આવેલા બે યુવકો પર આઠ શખ્સોની ટોળકીએ અચાનક પથ્થરમારો કરી જીવલેણ હુમલો કર્યો છે. જેમાં 18 વર્ષના હાર્દિક હોથા નામના જુવાનધોધ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક યોગેશ ડામોર ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

App Store

સમાધાન બાદ ઘાતકી હુમલો

આ સમગ્ર ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, હુમલાના થોડા સમય પહેલા જ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જો કે, આ સમાધાન માત્ર દેખાડા પૂરતું હતું, સમાધાન બાદ પણ આરોપીઓએ મનમાં ખાર રાખીને બંને યુવકોની રેકી કરી હતી. જ્યારે આ યુવકો વરઘોડામાં આવ્યા હતા ત્યારે હરિપુરા અને કાળી ડુંગરીના આઠ શખ્સોએ તેમને આંતરીને જીવલેણ હુમલો કરી દીધો હતો. બંને યુવકો પર પથ્થરમારો કરતાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો.

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતા જ ભિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આઠ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને પથ્થરમારો કર્યો હતો જેમાં યુવકને જીવ ગુમાવવો પડ્યો છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાશે.

પરિવાર પર આફત

હાર્દિકના અકાળે મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાતા ગામમાં ગમગીની છે . હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.