VIDEO: ૫૩ વર્ષ અગાઉ મૃત્યુ પામેલા ખેડૂતને ૨૦૨૫માં જીવતા કરી કરોડોની જમીન સગેવગે કરી
ગુજરાતમાં ભૂમાફિયાઓ અને જમીન કૌભાંડીઓ કઈ હદ સુધી જઈ શકે છે તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવરાજસિંહ જાડેજાએ અરવલ્લી જિલ્લાના બાયડ સબરજિસ્ટ્રાર કચેરી હેઠળ આચરાયેલા એક હાઈપ્રોફાઈલ અને કથિત જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભૂમાફિયાઓએ કરોડો રૂપિયાની કિંમત ધરાવતી 9 વીઘા જમીન સગેવગે કરવા માટે વર્ષ 1972માં એટલે કે 53 વર્ષ અગાઉ મૃત્યુ પામેલા એક ખેડૂતને વર્ષ 2025 જીવતા દર્શાવી દીધા.. યુવરાજસિંહ જાડેજાએ દસ્તાવેજી પુરાવા સાથે ખુલાસો કર્યો છે કે, જે ખેડૂતનું અવસાન 1972માં થયું હતું, તેમના નામે વર્ષ 2010માં આધાર કાર્ડ કઢાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં 8 એપ્રિલ 2025ના દિવસે બાયડ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં આ મૃતક ખેડૂતના નામે બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરી દેવાયું...આ સમગ્ર ખેલ પાછળ મોટું બેંકિંગ ફ્રોડ અને ભાડૂતી સાક્ષીઓનું વ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યું હોવાના આક્ષેપ કરાયા છે.

