મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ARAVALLI : ભિલોડાના જેતપુર ગામમાં પ્રેમસબંધમાં યુવકની કરપીણ હત્યા

Aravalli news : અરવલ્લી જિલ્લામાં પ્રેમ સબંધમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવા

ARAVALLI : ભિલોડાના જેતપુર ગામમાં પ્રેમસબંધમાં યુવકની કરપીણ હત્યા

Aravalli news : અરવલ્લી જિલ્લામાં પ્રેમ સબંધમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની  ઘટના પ્રકાશમાં આવી છે. ભિલોડા તાલુકાના ટોરડા નજીક આવેલ જેતપુર ગામમાં યુવકની હત્યા થઇ છે.  

મૃતક સંજય લક્ષ્મણભાઇ ગામેતીને આરોપી આશિષ શાંતિલાલ ગામેતીના ભાભી સાથે પ્રેમસબંધ હતો, જેની અદાવત રાખીણે આરોપી આશિષ ગામેતીએ  યુવકના માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. 

કરનાર આરોપી વિરુદ્ધ મૃતકના પિતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ ગામેતીએ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક યુવકના મૃતદેહનું પીએમ કરાવી, આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો