મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કેશોદ તાલુકાના સરપંચોનું પ્રાંત અધિકારીને આવેદન: તલાટીઓના જોબચાર્ટ અને પીવાના પાણીની તંગી મુદ્દે કરી રજૂઆત

સોર્સ: gstv

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સરપંચો દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સરપંચોએ મહેસુલી તલાટી અને પંચાયતી તલાટી વચ્ચેની કામગીરીની વિસંગતતાઓ દૂર કરી જોબચાર્ટ મુજબ કામગીરીની અમલવારી કરાવવા માંગ કરી છે. પંચાયત તલાટી પાસેથી મહેસુલી રેકોર્ડ લઈને તાકીદે મહેસુલી તલાટીને સુપ્રત કરવા જણાવાયું છે. અનિયમિત વરસાદના કારણે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ગામડાંઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાવાની શક્યતા હોય બોર, કૂવા અને વાસ્મોના કામો વહેલી તકે શરૂ કરવા આયોજન માંગવામાં આવ્યું છે. આ ઉપરાંત ગેરકાયદે દબાણ દૂર કરવા માટે સરપંચોને પોલીસ રક્ષણ પૂરું પાડવા ખાસ રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો