ખીલની ટ્રીટમેન્ટ, એંટી એજીંગ ટ્રીટમેન્ટ અને અદ્યતન કોસ્મેટિક પ્રક્રિયાઓમાં US FDA ટેક્નોલોજી
ભારતમાં ડર્મેટોલોજી અને સૌંદર્ય ચિકિત્સા ક્ષેત્રે અગ્રણી "સખીયા સ્કિન ક્લિનિક", સ્કિનકેર અને હેરકેરમા
ભારતમાં ડર્મેટોલોજી અને સૌંદર્ય ચિકિત્સા ક્ષેત્રે અગ્રણી "સખીયા સ્કિન ક્લિનિક", સ્કિનકેર અને હેરકેરમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરીને આગળ ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે. તેની મહત્વાકાંક્ષી વૃદ્ધિ વ્યૂહરચનાના ભાગરૂપે, સંસ્થા દ્વારા નવા ક્લિનિક શરૂ કરીને બે વર્ષમાં દેશભરમાં 100 જેટલા ક્લિનિક સંચાલિત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
સખીયા સ્કિન ક્લિનિક દ્વારા પ્રદાન કરવામાં આવતી સારવારમાં ખીલની ટ્રીટમેન્ટ, એંટી એજીંગ ટ્રીટમેન્ટ અને અદ્યતન કોસ્મેટિક પ્રક્રિયાઓ સામેલ છે. આ તમામ ઉપચાર અને પ્રક્રિયાઓ US FDA-મંજૂર ટેકનોલોજી દ્વારા સંચાલિત છે.
સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય હંમેશા સલામતી, ચોકસાઈ અને દર્દીના સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વ સ્તરીય દેખરેખ પૂરી પાડવાનું રહ્યું છે. અમે અમારા બધા ક્લિનિકમાં લેટેસ્ટ ટેકનોલોજી અપનાવીને તેમજ બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા ઉપરાંત તેનાથી વધુ આગળ વધીને ઉત્તમ પરીણામ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય દર્દીઓ તેમના આત્મવિશ્વાસ અને ફરીથી સુંદરતા મેળવવામાં મદદ કરવાનું છે. વર્ષ 2027 ના અંત સુધીમાં કુલ 100 ક્લિનિક સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય તે દિશામાં જ એક પ્રયાસ છે."






