મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સોલા સિવિલમાં પાર્કિંગમાં પોલીસકર્મી સાથે અન્ય યુવાને કરી મારામારી, 4ની ધરપકડ એક ફરાર

અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં પોલીસકર્મી સાથે તકરારની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે પોલીસકર્

અમદાવાદ: સોલા સિવિલમાં પાર્કિંગમાં પોલીસકર્મી સાથે અન્ય યુવાને કરી મારામારી, 4ની ધરપકડ એક ફરાર

અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં પોલીસકર્મી સાથે તકરારની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે પોલીસકર્મી સાથે વાહન પાર્ક કરવાના મુદ્દે અજાણ્યા યુવકે તકરાર કરી હતી.

ભાવીક સોલંકી સહિતનાં 6 સામે ગુનો નોંધ્યો

ભાવીક સોલંકી સહિતનાં 6 સામે ગુનો નોંધ્યો હતો. પાર્કિંગમાં વાહન મુકવા બાબતે માથાકુટ થઈ હતી. આ ઝગડામાં યશપાલસિંહ નામના કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી હતી.

પોલીસે 4 શખ્સોની કરી ધરપકડ

યુવાન સાથે અન્ય શખ્સોએ પણ મગજ મારી કરી હતી.  આ માથાકૂટ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. પ્રાથમિક અહેવાલ પ્રમાણે ઘાયલ પોલીસકર્મચારીને સારવાર અર્થે દાખલ કરાયો હતો. સમગ્ર મામલે સોલા પોલીસે ગુનો નોધી ચાર લોકોની ધરપકડ કરી છે. અન્ય એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરુ કરી છે.

આ સમાચાર શેર કરો