મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot: જેતપુરમાં 12 કલાકમાં જ હત્યાનો બીજો બનાવ, અવાવરું ઓરડીમાંથી મળ્યો વૃદ્ધાનો મૃતદેહ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. 12 કલાકમાં જ જેતપુરના રબારીકા રોડ

Rajkot: જેતપુરમાં 12 કલાકમાં જ હત્યાનો બીજો બનાવ, અવાવરું ઓરડીમાંથી મળ્યો વૃદ્ધાનો મૃતદેહ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. 12 કલાકમાં જ જેતપુરના રબારીકા રોડ પર આવેલા એમ.જે.ઉદ્યોગનગરમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. 

મળતી માહિતી અનુસાર જેતપુરના રબારીકા રોડ પર આવેલી એમ.જે. ઉદ્યોગનગરની એક અવાવરું ઓરડીમાંથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલા પરપ્રાંતીય હોવાનું અનુમાન છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલાનો મૃતદેહ ચાદરમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો છે, જેના પરથી પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકનો સ્ટાફ અને  LCBની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે આસપાસના CCTV ફુટેજના આધારે તપાસ હાથધરી છે. 

આ સમાચાર શેર કરો