મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ:મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન, 9 વર્ષ પહેલા ગેરકાયદેસર દસ્તાવેજ બનાવીને ઈમારતને આપી હતી મંજૂરી

રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ શહેરના 150 ફ

રાજકોટ:મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન, 9 વર્ષ પહેલા ગેરકાયદેસર દસ્તાવેજ બનાવીને ઈમારતને આપી હતી મંજૂરી

રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ  શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર ચોકમાં આવેલા ધ ડેસ્ટીની  બિલ્ડીંગને ગેરકાયદેસર મંજૂરી આપી હતી. મળતા અહેવાલ પ્રમાણે  ગેરકાયદેસર દસ્તાવેજો કરી બાંધકામ ખડકી દેવાયું હોવાનો આરોપ છે.

ગેરકાયદેસર દસ્તાવેજો કરી બાંધકામ ખડકી દેવાયું હોવાનો આરોપ 

વર્ષ 2015-16માં તત્કાલીન સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાએ કોર્ટના સ્ટેનો અનાદર કરીને પ્લાન કમ્પ્લિશનને મંજૂરી આપી દેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. TRP કાંડમાં પણ  મનસુખ સાગઠિયાએ મંજૂરી આપીને ગેરકાયદેસર રીતે માળખું તૈયાર થયું હતું. 

આ સમાચાર શેર કરો