પોરબંદરમાં ખોટું સર્ટિફિકેટ બનાવનાર તબીબ સાથે વધુ એક નકલી ડેન્ટલ ટેકનીશીયનની ધરપકડ
ગુજરાતમાં જાણે મેડિકલ ક્ષેત્રમાં નકલી માણસોનો રાફડો ફાટી નિક્ળ્યો છે. પોરબંદરની ભાવસિંહજી હોસ

ગુજરાતમાં જાણે મેડિકલ ક્ષેત્રમાં નકલી માણસોનો રાફડો ફાટી નિક્ળ્યો છે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં વધુ એક નકલી ડેન્ટલ ટેકનીશીયનની ધરપકડ કરવામાં આવી છે. ભાવસિંહજી હોસ્પિટલમાં કરાર આધારિત ભરતીમાં તાજેતરમાં નકલી ડેન્ટલ ટેકનીશીયન આરોપી દેવ વૈદ્યનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી દેવ વૈદ્યની ધરપકડ બાદ 80 હજારમાં નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટના ડેન્ટલ તબીબ મિલાપ કારિયાની પણ ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચો : દાહોદમાંથી ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો
અને હવે ડેન્ટલ ટેકનીશીયન કાંડની તપાસમાં વધુ એક નકલી ડેન્ટલ ટેકનીશ્યન ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 2018માં નોકરી કરનાર ધ્રુવી પોટાની પણ ધરપકડ કરવામાં આવી છે. 2018માં 8થી 10 માસ નોકરી કરનાર ધ્રુવી પોટાની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી જેમાં આરોપી ધ્રુવી પોટાનો આગોતરાં જમીન પર છુટકારો થયો છે. નકલી ડેન્ટલ ટેકનીશીયન કેસમાં અત્યાર સુધીમાં આરોપી દેવ વૈદ્ય તથા તબીબ મિલાપ કરિયાની ધરપકડ બાદ રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ જેલમાં છે.




