મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું, AIBE દ્વારા લેવાતી વકીલાતની સનદનું પેપર વોટ્સએપ પર ફરતું થયું

ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા સનદની પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફ

ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું, AIBE દ્વારા લેવાતી વકીલાતની સનદનું પેપર વોટ્સએપ પર ફરતું થયું

 ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા સનદની પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે. વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની શંકા છે.

10.30થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર-કીના સ્ક્રીનશોર્ટ સામે આવ્યાં

અમદાવાદ અને સુરતમાં લેવાયેલી પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. 22 ડિસેમ્બરે સવારે 10થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો. પરંતુ 10.30થી 11 વાગ્યા વચ્ચે જ આન્સર-કીના સ્ક્રીનશોર્ટ સામે આવ્યાં. પરીક્ષાના સમય દરમિયાન વોટ્સઅપ ગ્રૂપમાં આન્સર-કી ફરતી થઈ હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ગોધરા નજીક ભામૈયામાં આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ, 10 કલાકથી પણ નથી આવી કાબૂમાં

સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર 

અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર હતું.આ પહેલા ફેબ્રુઆરી 2023મા યોજાયેલી પરીક્ષામાં રાજકોટમાં ચોરી થયાનું સામે આવ્યું હતું, જેથી તે પરીક્ષા રદ્દ કરી 22 ડિસેમ્બર 2024 ના રોજ પરીક્ષા લેવાનું નક્કી થયું હતું જેમાં રાજકોટ કેન્દ્ર નહોતું ફાળવાયું,

આ સમાચાર શેર કરો