વડોદરામાં ફરી ડોર ટુ ડોર પાલિકાના વાહને લીધો જીવ, 8 દિવસની સારવાર બાદ યુવતીનું મોત
વડોદરામાં ફરી એકવાર ડોર ટુ ડોરનાં વાહને એક યુવતીનો ભોગ લીધો છે. વડોદરામાં જ થોડા સમય પહેલાં આ ડોર ટુ ડોર

વડોદરામાં ફરી એકવાર ડોર ટુ ડોરનાં વાહને એક યુવતીનો ભોગ લીધો છે. વડોદરામાં જ થોડા સમય પહેલાં આ ડોર ટુ ડોરના વાહને જોયા વગર રિવર્સ લેતા સોસાયટીમાં રમતા બાળકને કચડી નાખ્યો હતો જેમાં માસુમ બાળકે જીવ ગુમાવ્યો હતો. આજે ફરી વખત આ ડોર ટુ ડોરપાલિકાનાં વાહનની અડફેટે આવતા એક નર્સનું મોત નિપજ્યું છે.
વડોદરા શહેરમાં ડોર ટુ ડોરનાં વાહને ટક્કર મારતા યુવતીનું મૃત્યુ થયું છે. અસમા રહીમ નામક યુવતી વાઘોડીયા રોડ પર આવેલી સવિતા હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. 13 તારીખે હોસ્પિટલથી ઘરે જતી હતી ત્યારે અકસ્માત થયો હતો. 8 દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ આખરે અસમાએ દમ તોડ્યો. ભરૂચનાં આમોદની અસમા વડોદરામાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી.




