સુરતના કામરેજ તાલુકામાં વધુ એક કાર નહેરમાં ખાબકી, કોઈ જાનહાનિ નહીં
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કાર નહેરમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. જો કે, નહેરમ

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કાર નહેરમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે. જો કે, નહેરમાં વધુ પાણી ન હોવાથી યુવક જાતેજ બહાર આવ્યો હતો. જેથી કોઈ જાનહાનિ નહોતી થવા પામી. વલથાણ ગામ પાસે નહેરમાં પૂરપાટ જતી કાર અચાનક કાબૂ ગુમાવી દેતા કેનાલમાં કાર ખાબકી હતી.
જો કે, બનાવની જાણ થતા ક્રેનથી કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થયા હતા. કારમાં સવાર યુવક પણ હેમખેમ નીકળ્યો હતો. આ ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. જો કે, કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાઈને સીધી કાર કેનાલમાં ખાબકી હતી.




