હિંમતનગરમાં નજીવા મુદ્દે થયેલા હુમલામાં યુવકનું મોત, ચાર શખ્સોની અટકાયત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં તાજેતરમાં રાત્રિના સમયે રોડ ઉપર 20 વર્ષીય યુવક પર ચાર લ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં તાજેતરમાં રાત્રિના સમયે રોડ ઉપર 20 વર્ષીય યુવક પર ચાર લોકોએ ક્રિકેટ રમવાના બેટથી હુમલો કર્યો હતો જો કે યુવકનું સારવાર દરમિયાન મોત થતા આ મામલે પોલીસે તાત્કાલિક ધોરણે ચારેય આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ એક અઠવાડિયા અગાઉ થયેલી સામાન્ય બાબતમાં હુમલો કરાતા પોલીસે તમામની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સાબરકાંઠાના હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં એકાદ સપ્તાહ પહેલા રાત્રિના સમયે ક્રિકેટ રમવા જઈ રહેલા 20 વર્ષીય પ્રેમકુમાર ભાટને એક વર્ષ અગાઉ સ્થાનિક કક્ષાએ સામાન્ય બાબતે બબાલ થઈ હતી જેની અદાવત રાખી ગત 11 માર્ચના રોજ રાત્રિના સમયે પોસ્ટ ઓફિસથી ભોલેશ્વર સાબર સ્ટેડિયમ હાથમતી નદીના પુલ ઉપર સામસામે આવી જતા નાની બાબતમાં લઈ મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ થતા ક્રિકેટ રમવાના બેટ વડે માથાના ભાગે હુમલો કરતા પ્રેમ ભાટને લોહીલુહાણ હાલતમાં સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા હતા.
ભોલેશ્વરમાં રહેતા પ્રેમ ભાટ પર ક્રિકેટ બેટ માથામાં ફટકારતા ગંભીર ઇજાઓ થઈ હતી જોકે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવારથી દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા જેના પગલે પોલીસે આ ચારેય આરોપી સામે ખૂન તેમજ હત્યા સંબંધી કલમો ઉમેરી કાયદેસરની ફરિયાદ આધારિત તમામ ચારેય આરોપીઓની અટકાયત કરી છે તેમજ અટકાયત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રિકેટ રમવા જેવી નજીક બાબતે એક વર્ષ પહેલા થયેલી બબાલને પગલે મનમાં અદાવત રાખી રાત્રી દરમિયાન માથાના ભાગમાં બેટ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મિત્રએ મિત્રનું ખૂન કર્યાનો સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ સર્જાયો હતો જોકે પોલીસે ચારે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીઓની જેલના સળિયાપાછળ ધકેલવાની કાયદેસર તજવીજ હાથ ધરાઈ રહી છે.




