મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વિરાટ કોહલી બાદ વધુ એક ખેલાડી BCCIથી નારાજ, IPLના આ નિયમનો કર્યો વિરોધ

Mohit Sharma on BCCI Family Rule IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝ

વિરાટ કોહલી બાદ વધુ એક ખેલાડી BCCIથી નારાજ, IPLના આ નિયમનો કર્યો વિરોધ

Mohit Sharma on BCCI Family Rule IPL 2025:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન માટે  BCCIએ નવી પોલિસી લાગુ કરી હતી. નવી પોલિસીમાં ઘણા નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે, જેમાંથી એક નિયમ એ છે કે, કોઈ પણ ખેલાડીના ફેમિલી મેમ્બર્સ પ્રેક્ટિસ સેશન અથવા મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ ન કરી શકે અને ન તો મળી શકે છે. હવે આ જ નિયમ BCCI માટે મોટી સમસ્યા બની રહ્યો છે. પહેલા વિરાટ કોહલીએ ફેમિલી રુલ (BCCI Family Rule)નો સખત વિરોધ કર્યો હતો. હવે દિલ્હી કેપિટલ્સના બોલર મોહિત શર્માએ પણ આ નિયમનો વિરોધ કર્યો છે.

પરિવારની હાજરી ખરાબ બાબત કેવી રીતે હોઈ શકે? 
મોહિત શર્માએ સવાલ ઉઠાવતા કહ્યું કે, 'પરિવારની હાજરી ખરાબ બાબત કેવી રીતે હોઈ શકે? કેટલીક બાબતો આપણા નિયંત્રણમાં નથી હોતી. આપણા બધાના વ્યક્તિગત વિચારો અલગ-અલગ હોઈ શકે છે, એ મહત્વનું છે કે આપણે એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ જેને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. પરિવારની હાજરી ખરાબ બાબત કેવી રીતે હોઈ શકે?'

વિરાટ કોહલીએ પણ વિરોધ કર્યો હતો
BCCIના નવા નિયમ અંગે વિરાટ કોહલીએ કહ્યું હતું કે, 'જો તમે કોઈપણ ખેલાડીને પૂછો કે શું તમે હંમેશા પોતાના પરિવાર સાથે રહેવા માંગે છે, તો તેનો જવાબ 'હા' હશે. હું નથી ઈચ્છતો કે, કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ રૂમમાં જઈને પરેશાન થતો રહું. જ્યારે કોઈ ખરાબ ઈનિંગ કે કોઈ ગંભીર સમસ્યા થાય છે અને તે પછી તમે ઘરે જાઓ છો ત્યારે બધું નોર્મલ લાગવા લાગે છે. આવી સ્થિતિમાં વિરાટ BCCI ના નવા નિયમથી ખૂબ જ નિરાશ છે.
 
મોહિત શર્માને મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં જોડ્યો હતો. તમને જણાવી દઈએ કે, છેલ્લા બે IPL સીઝનમાં મોહિતે કુલ 40 વિકેટ ખેરવી છે. આ વખતે દિલ્હીને તેની પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા હશે.

આ સમાચાર શેર કરો