મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: મોંઘવારીનો વધુ એક ફટકો, અદાણી CNGના ભાવમાં વધારો ઝીંકાયો

અમદાવાદમાં CNG વાહન ચાલકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. અદાણી દ્વારા ફરી એકવાર CNGના ભાવમાં 1 રુપિયાનો વધા

Ahmedabad: મોંઘવારીનો વધુ એક ફટકો, અદાણી CNGના ભાવમાં વધારો ઝીંકાયો

અમદાવાદમાં CNG વાહન ચાલકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. અદાણી દ્વારા ફરી એકવાર CNGના ભાવમાં 1 રુપિયાનો વધારો ઝીંકાયો છે.  જે બાદ  અદાણી CNG ગેસનો ભાવ વધીને પ્રતિ કિલોએ 82.38 રૂપિયા થયો થયો છે. નોંધનીય છે કે વર્ષ 2025માં અદાણી ગેસનો ભાવમાં કિલો દીઠ રૂ.3.40 વધ્યો છે. 

નોંધનીય છે કે, 2025ના નવા વર્ષની શરૂઆત સાથે જ અદાણી CNG દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં અદાણી દ્વારા CNGના ભાવમાં રૂ. 1.50નો વધારો કરી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં ભાવમાં કોઈ વધારો થયો ન હતો. પરંતુ ત્યારબાદ 3 માર્ચ મહિનામાં  50 પૈસાનો વધારો થયો હતો.  ત્યારબાદ 11 એપ્રિલમાં ફરી ભાવમાં 40 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર શેર કરો