મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: લાંચ કેસમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુને ગમે તે સમયે ફરજ મોકૂફ કરાશે

રાજકોટ ખાતે મહાનગરપાલિકાનાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને તાજેતરમાં એસીબી દ્વારા લાંચ લેતો ઝ

રાજકોટ: લાંચ કેસમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુને ગમે તે સમયે ફરજ મોકૂફ કરાશે

રાજકોટ ખાતે મહાનગરપાલિકાનાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને તાજેતરમાં એસીબી દ્વારા લાંચ લેતો ઝડપી લીધા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરાયો છે. તો બીજીતરફે, મુળ ભુજ નગરપાલિકાનાં ફાયર વિભાગમાં ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર તરીકે અનિલ મારૂ ફરજ બજાવતો હોય તેને ફરજ મોકૂફ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, ,એસીબી કે આરસીએમ કચેરીએથી સત્તાવાર સૂચના કે પત્રની રાહ જોવાઈ રહી છે 

ભૂજ નગરપાલિકા હસ્તકનાં ફાયર વિભાગમાં ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતાં અનિલ મારુને થોડા સમય પહેલાં રાજકોટ ખાતે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ગાંધીનગરની વડી કચેરી દ્વારા ચાર્જ સોંપવામાં આવ્યો હતો, પરંતુ મૂળ પાલિકાનાં કર્મચારી હોવાને કારણે ભુજ પાલિકા ખાતેથી તેને ફરજ મોકૂફ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ માટે એસીબી કે આરસીએમ કચેરીએથી હજુ સુધી કોઈ સૂચના મળી નથી. સુચના મળ્યે તત્કાળ અસરથી અનિલ મારૂની ફરજ મોકૂકીનો હુકમ કરવામાં આવશે. 


રાજકોટમાં રહેતા અને ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરતા અરજદારે એક ઈમારતમાં કરેલ ફીટીંગ અંગેનું ફાયર એનઓસી માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફ્સિર અનિલકુમાર બેચરભાઈ મારૂનો સંપર્ક કરતા તેણે ૩ લાખની લાંચ માંગતાં જે તે વખતે ૧.૨૦ લાખ ચૂકવી દીધા હતા. બાદમાં, બાકી રહેતા ૧.૮૦ લાખ આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ આપતાં મનપાની સેન્ટ્રલ ઝોન ફાયર કચેરી બહાર છટકું ગોઠવીને એસીબીએ લાંચ લેતાં રંગેહાથ દબોચી લીધો હતો

આ સમાચાર શેર કરો