NAVRATRI 2024 : જામનગરના રણજીતનગરમાં પટેલ યુવક ગરબી મંડળની પ્રાચીન ગરબાની પરંપરા
જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા જ

જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખી છે. અહીં ખેલૈયાઓ દાંડીયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે. પરંતુ દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે. ખલૈયાઓ જ્યારે તલવાર, દાંતરડા અને મશાલ લઈ રમવા ઉતરે છે, ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. ગરબીના આયોજકના મતે પટેલ યુવક ગરબી મંડળ છેલ્લાં સાત દાયકાથી ગરબીનું આયોજન કરે છે. આ પ્રકારના આયોજન પાછળનો તેનો હેતું પ્રાચીન પરંપરાને જાળવી રાખવાનો છે. જુઓ આ વીડિયો -




